રાજકોટના નારણકા ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું - news of rajkot
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4848496-thumbnail-3x2-rjt.jpg)
રાજકોટ: જીલ્લાનાં કોટડાસાંગાણી તાલુકાનાં નારણકા ગામે નવ ગામનો સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા તંત્ર દ્વારા અરજદારોને ઘર આંગણે જ આધાર કાર્ડ, મા અમૃતમ કાર્ડ, રેશન કાર્ડની કામગીરી આરોગ્યને લગતી વિવિધ સરકારી યોજનાનો લાભ મળ્યો હતો. પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરી મહેમાનોનું સ્વાગત કરાયું હતું અને અધિકારીઓ દ્વારા પ્રવચન કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. સાથે જ સેવાસેતુમાં પ્રથમ આધાર કાર્ડ અને મા અમૃતમ કાર્ડ મેળવનારને ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાના હસ્તે અર્પણ કરાયા હતાં. અરજદારોને કોઈ અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.