જામનગરમાં સ્ટેમ્પ વેન્ડરો પાંચ દિવસના ધરણાં પર ઉતર્યા - સ્ટેમ્પ વેન્ડરો પાંચ દિવસના ધરણાં પર ઉતર્યા
🎬 Watch Now: Feature Video
જામનગર: ગુજરાત સરકારના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરના બદલે ઈ-સ્ટેમ્પિંગ કરવાના લેવાયેલા નિર્ણયના વિરોધમાં સમગ્ર રાજ્યમાં 1300થી વધુ સ્ટેમ્પ વેન્ડર પાંચ દિવસના ધરણા પર ઉતર્યા છે.હાલમાં ગુજરાત સરકાર દ્વારા સરકારી કચેરીઓના કામો જેવા કે રેશનકાર્ડ,વૃદ્ધ પેન્શન,વિધવા સહાય,આવકના દાખલા, જાતિના દાખલા, વસવાટના દાખલા,પેઢીનામું સાથે સોગંધનામાં અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ ભાડા કરાર વાહન તેમજ મકાનના વેચાણ કરાર આ બધાં જ કામો માટે સ્ટેમ્પ પેપરની જરૂરિયાતો અને ઉપયોગ કરવામાં આવતા હતા.ગુજરાત સરકારના અચાનક ઈ સ્ટેમ્પિંગ કરવાના નિર્ણયથી નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ હાલ મળવા મુશ્કેલ થઇ ચુક્યા છે જેના લીધે લોકો અને અરજદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સાથે સાથે આ સ્ટેપ વેચાણ કરનાર સ્ટેમ્પ વેન્ડર ઓની આજીવિકા પણ સરકારના નિર્ણયના લીધે બંધ થઈ ચૂકી છે.જેના લીધે 1300 થી વધુ સ્ટેમ્પ વેન્ડર ઓ તેમજ પીટીશન રાઇટર બોન્ડ રાઇટર વિગેરે પાંચ દિવસના ધરણા પર બેઠા છે અને સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને પાછો ખેંચી લોકોને સરળતા પડે તથા આ સ્ટેમ્પ વેન્ડર ઓની આજીવિકા પણ ચાલે તેવી માંગ કરી છે.