વિસનગરમાં પણ સ્ટેમ્પ વેન્ડરોએ સ્ટેમ્પિંગ મામલે નોંધાવ્યો વિરોધ - મામલતદાર
🎬 Watch Now: Feature Video

મહેસાણાઃ ઇ-સ્ટેમ્પીંગ મામલે સમગ્ર રાજ્યમાં સ્ટેમ્પ વેન્ડરોનો વિરોધ જોવા મળ્યો છે, ત્યારે વિસનગર ખાતે પણ 14 જેટલા પરવાનેદાર સ્ટેમ્પ વેન્ડરોએ ચાલતા રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે તાલુકા સેવા સદન પહોંચી મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ઇ-સ્ટેમ્પીગના નિયમોમાં ફેરફાર કરવા માગ કરી છે. ઇ-સ્ટેમ્પીગને પગલે વિસનગરમાં જુના સ્ટેમ્પ વેન્ડરો કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના જ્ઞાનથી અજાણ છે, ત્યારે નવા નિયમ પ્રમાણે સ્ટેમ્પ પ્રક્રિયા કરતા સ્ટેમ્પ વેન્ડરોને કમિશનમાં ઘટાડો થયો છે માટે આજીવિકા અને રોજી રોટી માટે પણ સ્ટેમ્પ વેન્ડરમાં ચિંતા જોવા મળી છે. જોકે હાલમાં વિસનગર પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા આવેદનપત્ર સ્વીકારી સ્ટેમ્પ વેન્ડરોની માગ મામલે સરકારમાં રજુઆત કરવામાં આવી છે.