અંબાજી પદયાત્રામાં વિશેષ સેવા આપતા ભક્તો - ahmedabad news today
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવા મહિનામાં ભાદરવી પૂનમના દિવસે ભવ્ય મેળો તેમજ વિશેષ દર્શનાર્થે ભાવિક ભક્તો પગપાળા સંઘ દ્વારા દેશના ખૂણેખૂણેથી વિહાર કરતા હોય છે. જેમાં નરોડા ખાતે આવેલા આવા જ એક પગપાળા યાત્રા સંઘની નિશ્રામાં શ્રી મા મહાદેવી ટ્રસ્ટ દ્વારા સેવાર્થી તેવા મનિષભાઈ અકરુવાલા, અજય રાવલ અને અન્ય સાથી ભક્તો દ્વારા છેલ્લા સાતથી આઠ વર્ષોથી પદયાત્રીઓને અલગ અલગ પ્રકારે સેવા કરવામાં આવે છે.
વર્ષોથી સેવા આપતા આ સેવકોમાં અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં તેમજ કેટલાક તો વિદેશમાંથી આવતા ભાવિક બહેનો પણ અવિરત પણે સેવા આપતા હોય છે.