અંકલેશ્વરના ત્રણ રસ્તા પાસેની નવી નગરીમાં પિતાએ કરી પુત્રની હત્યા - અંક્લેશ્વરમાં પિતાએ કરી પુત્રની હત્યા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7969727-298-7969727-1594377661094.jpg)
અંકલેશ્વર: શહેરના ત્રણ રસ્તા પાસે આવેલી નવી નગરીમાં રહેતા નગીન વસાવાનો તેના પુત્ર દિનેશ વસાવા સાથે વારંવાર ઝઘડો ચાલતો હતો. ગુરુવારે પણ પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. પિતા નગીન વસાવાને પુત્રએ તેના રૂપિયા ચોરી લીધા હોવાની આશંકાના પગલે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા પિતાએ સગા પુત્રને લોખંડની પરાઈનાં ઉપરાછાપરી ઘા મારી દેતા તે ગંભીર રીતે ઘવાયો હતો. આ તરફ ઝઘડા બાદ પિતા ફરાર થઇ ગયો હતો. ઈજાગ્રસ્ત દિનેશને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે શહેર પોલીસે ગુનો નોંધી હત્યારા પિતાની ધરપકડ કરી છે. હાઈકોર્ટની ગાઈડ લાઈન અનુસાર તેને કોરોના ટેસ્ટ માટે રવાના કરવામાં આવ્યો છે. કોરોનાના રિપોર્ટ બાદ તેની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવશે.