સુરતમાં ડ્રગ્સનું વેચાણ કરતા બે આરોપીઓને SOG પોલીસે કરી ધરપકડ - ડ્રગ્સનુ વેચાણ કરતા બે આરોપીઓને
🎬 Watch Now: Feature Video

સુરત: મુંબઇથી ડ્રગ્સનો જથ્થો સૂરતમાં વેચાણ માટે લાવતા બે આરોપીઓને SOG પોલીસે ઝડપી પાડ્યો હતો. જેઓની પાસેથી પોલીસે રૂ 4.78 લાખની કિંમતનો 95.6 ગ્રામનો ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસની પૂછપરછમાં તેને કબૂલાત કરી હતી કે, આ ડ્રગ્સ તેને સરફરાઝ પટેલે મંગાવ્યો હતો. જેથી પોલીસે સરફરાઝની પણ ધરપકડ કરી હતી. સરફરાઝ આ ડ્રગ્સને જુદી જુદી જગ્યાએ વેચતો હતો. ખાસ કરીને સરફરાઝ રાંદેર, અડાજણ જેવા વિસ્તારોના યુવા વર્ગને નિશાન બનાવતો હતો. આ ઉપરાંત સરફરાઝ બોડી બિલ્ડીંગનું કામ કરતો હતો. જેથી જિમમાં આવતા લોકો ને પણ તે ડ્રગ્સ પ્રોવાઇડ કરતો હતો.