મોરબીમાં PGVCL કર્મચારી અને અધિકારીઓના વિવિધ પ્રશ્નોને લઇને સુત્રોચ્ચાર - PGVCL અને જેટકોમાં ફરજ બજાવતા કર્મચારીથી લઈને નાયબ ઈજનેર સુધીના અધિકારીઓના સુત્રોચ્ચાર
🎬 Watch Now: Feature Video

મોરબી: રાજ્યભરના વીજકંપનીમાં ફરજ બજાવતા કર્મચારી અને અધિકારીઓ વિવિધ પડતર પ્રશ્નો અંગે લડત અને આંદોલન શરુ કર્યું છે. જેમાં આજે મોરબી PGVCLની સર્કલ ઓફીસ ખાતે મોરબી PGVCL અને જેટકોમાં ફરજ બજાવતા કર્મચારીથી લઈને નાયબ ઈજનેર સુધીના અધિકારીઓએ પડતર પ્રશ્નોને લઇને સુત્રોચ્ચાર કર્યા હતાં. જેમાં કર્મચારી અને અધિકારીઓને વિવિધ લાભો આપવાની માગ સાથે લડત શરુ કરવામાં આવી હતી. છતાં માંગણીઓ ન સ્વીકારાય તો કર્મચારી અને અધિકારીઓ દ્રારા તારીખ 20થી અચોક્કસ મુદતની હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.