પત્રકાર સાથેની વાતચીત દરમિયાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું - slippers thrown on Deputy Chief Minister Nitin Patel
🎬 Watch Now: Feature Video
વડોદરા: આગામી 3 નવેમ્બરના રોજ યોજાનારી વિધાન સભાની પેટા ચૂંટણીના પ્રચાર અર્થે નાયબ મુખ્યપ્રધાન કરજણના કુરાલી ગામ ખાતે ખાતે એક જાહેર સભાનું સંબોધન કર્યું હતું. જે બાદ પત્રકારો સાથે વાત કરતા સમયે કોઇ અજાણ્યા ઇસમ દ્વારા નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. આ ફેકાયેલું ચપ્પલ માઇક પર પડયું હતું. હજૂ ચપ્પલ ફેકનારની ઓળખ થઇ નથી. કરજણના કુરાલી ગામ ખાતે ભાજપની સભામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું હતું. નાયબ મુખ્યપ્રધાન પર ચપ્પલ ફેંકાતા ચકચાર મચી ગઈ છે.