સોમનાથમાં સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર અને આરોગ્ય કેન્દ્ર શરૂ કરાયા - અમીત શાહ
🎬 Watch Now: Feature Video

ગીર સોમનાથ : સોમનાથ ટ્રસ્ટ કે જેમાં વડાપ્રધાન મોદી અમીત શાહ અડવાણી વગેરે ટ્રસ્ટી હોય જે ટ્રસ્ટની તાજેતરમાં દીલ્હી ખાતે બેઠક મળી હતી. જેમાં મહત્વનો નીર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં વિના મુલ્યે અન્નક્ષેત્ર કાર્યરત કરાવાના નીર્ણય ઊપરાંત વીશ્વભરના લાખો ભાવીકો સોમનાથ આવતાં હોય જેને તાકીદે તબીબી સારવાર મળે તે માટે દવાખાનું સાથે બહેનોને રોજગાર માટેનું તાલીમ સેન્ટર આજે ખુલ્લુ મુકાયું હતું. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર તેમજ કલેક્ટર અજય પ્રકાશે આ બન્ને સેવાઓને આજે ખુલ્લી મુકી હતી.