પાટણના બાલીસણા આંગણવાડીની બહેનોએ ઘરે-ઘરે સુખડીનું વિતરણ કર્યું - બાલીસણામાં સુખડીનું વિતરણ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 27, 2020, 3:09 PM IST

પાટણ: કોરોનાની મહામારીમાં બાળકોને પોષણ મળી રહે અને તેમની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે, તે માટે રાજ્ય સરકારે આંગણવાડીમાં જતાં બાળકોને ઘેર-ઘેર સુખડીનું વિતરણ કરવાનું આયોજન કર્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં દરેક આંગણવાડી કેન્દ્ર ખાતેથી 0થી 6 વર્ષના બાળકોને સુખડી વિતરણ કરવામાં આવી રહી છે. પાટણ તાલુકાના બાલીસણા ગામે પણ આ આયોજન થકી સુખડી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુપરવાઈઝરની ઉપસ્થિતિમાં આંગણવાડી બહેનોએ બાળકોના ઘેર ઘેર જઈ એક કિલો સુખડીનું વિતરણ કર્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.