વાવાઝોડાને પગેલ મોરબીના નવલખી બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું - Signal number one at the new port
🎬 Watch Now: Feature Video
મોરબીઃ જુનના પ્રારંભે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર ત્રાટકે તેવી શક્યતાને ધ્યાને લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લાના નવલખી બંદરે પણ 1 નંબરનું સિગ્નલ કાર્યરત કરાયું છે, ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. નવલખી બદર પર તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે. એક નંબરનું સિગ્નલ લાગતાની સાથે જ માછીમારોને દરિયો ના ખેડવા પણ સુચના આપી દેવામાં આવે છે તેમજ દરિયામાં ગયેલી બોટને પરત લાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.