ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની પ્રથમ સત્રની પરીક્ષાનો પ્રારંભ - first examination session
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5076476-thumbnail-3x2-pml.jpg)
પંચમહાલઃ જિલ્લાના ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની પ્રથમ સત્રની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાઓ શરૂ થઈ છે. જેમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજના 40,000 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, યુનિવર્સિટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાય તે માટે અધ્યાપકો દ્વારા નિરીક્ષણ પરીક્ષા કેન્દ્ર પર CCTV તેમજ યુનિવર્સિટી તરફથી ફલાઈગ સ્કોર્ડ દ્રારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. મળતી માહિતી પ્રમાણે પાછલા બે દિવસમાં ત્રણ કોપીકેસ નોંધાયા હતાં. યુનિવર્સિટીનાં કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ દ્રારા વિવિધ કોલેજોની મુલાકાત લઇને વિધાર્થીઓને પણ શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી અને જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા ચાલી રહી છે.