મહા શિવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે શિવોત્સવ કાર્યક્રમનું આયોજન, કીર્તિદાન ગઢવીના સૂરોથી વાતાવરણ શિવમય બન્યું - Shivotsav program
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6103936-thumbnail-3x2-flngbf.jpg)
વડોદરાઃ શહેરમાં યોજાનારા શિવહોત્સવના ઉપક્રમે વિવિધ કાર્યક્રમોની રવિવારથી શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે સમતા પોલીસ ચોકી સામે આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના ગ્રાઉન્ડ ખાતે નામાંકિત કલાકાર કીર્તિદાન ગઢવીની ભજન સંધ્યા યોજાઈ હતી. આ ભજન સંધ્યામાં કીર્તિદાને એક એકથી ચડિયાતા ભજનો રજૂ કરીને પ્રેક્ષકોના મન મોહી લીધા હતા. પ્રેક્ષકોએ કીર્તિદાન ગઢવી પર ચલણી નોટોનો વરસાદ પણ કર્યો હતો. જ્યારે,આ ભજન સંધ્યાથી સમતા ગ્રાઉન્ડ ખાતેનું વાતાવરણ શિવમય બન્યું હતું