શિવરાત્રીએ વડનગરમાં ભક્તોનું ઘોડાપૂર, હાટકેશ્વર દાદાની ભવ્ય પાલખિ યાત્રા - Mehsana latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6162973-thumbnail-3x2-hjsdfklvg.jpg)
વડનગરઃ વડનગરમાં આવેલ પૌરાણિક હાટકેશ્વર મંદિરે શિવરાત્રીના પર્વની દ્વિદિવસીય ઉજવણીમાં શિવરાત્રીએ દાદાની ભવ્ય પાલખીયાત્રા નીકળી હતી. જેમાં હજરોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. શિવરાત્રીના પર્વ પર શિવાલયોમાં વિશેષ ઉજવણી કરવામાં આવે છે, દ્વિદિવસીય શિવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન સાથે દર્શનાર્થીઓ અને પર્યટકો માટે પણ ખાસ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ દિવસ દરમિયાન શિવલિંગ પર જળ અને દૂધના અભિષેક કરી બીલીપત્રો અને ફૂલો અર્પણ કરી શિવપૂજા કરવામાં આવી હતી, ત્યાર બાદ હાટકેશ્વર દાદાની પાલખીયાત્રા વડનગરમાં નીકળી હતી. જેમાં મોટી જનમેદનીમાં શિવભક્તો જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી.
Last Updated : Feb 22, 2020, 1:05 PM IST