પોરબંદરની રૂપાળીબા હોસ્પિટલમાં શિશુ સ્વાગત કેન્દ્ર ખુલ્લુ મુકાયું - પારણુ
🎬 Watch Now: Feature Video
પોરબંદર: જિલ્લામાં રૂપાળીબા લેડી હોસ્પિટલ કેમ્પસ ખાતે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાની આયોજન અંગેની ગ્રાન્ટમાંથી શિશુ સ્વાગત કેન્દ્રનું ઉદ્ઘાટન કરી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પોરબંદર ખાતે આ શિશુ સ્વાગત કેન્દ્રમાં ત્યજાયેલા બાળકો માટે સુરક્ષિત આસરો અને રક્ષણ મળી રહે તે હેતુથી આ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેથી ત્યજાયેલા બાળકોને રાજ્ય સરકારનું આશ્રય સ્થાન મળી રહે. આવા બાળકોને જન્મ થતાની સાથે લોકો અસુરક્ષિત જગ્યાએ ફેકી દેતા હોય છે, જેથી તેમના જીવનને પણ જોખમ હોય છે. આવી તમામ સ્થિતીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પારણુ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં ત્યજનાર બાળકના માતાની ઓળખ ગુપ્ત રહે અને બાળકને સલામતી અને આરોગ્ય, પોષણ અને સંરક્ષણ મળી રહે તેવા હેતુથી તમામ જવાબદારી રૂપાળીબા લેડી હોસ્પિટલને આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના પ્રમુખ અતુલભાઇ બાપોદરા તેમજ સભ્યો લાખણસીભાઇ ઓડેદરા, પ્રતાપભાઇ કેશવાલા અને કીર્તિબેન પુરોહિત તેમજ સિવિલ સર્જન અને તેમજ આર.એમ.ઓ. સહિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયુરભાઇ મોરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ત્રીભુવનભાઇ જોષી, હાજર રહ્યાં હતાં.
Last Updated : Aug 30, 2020, 7:58 PM IST