ખેડાની શેઢી માઈનોર કેનાલમાં ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળ્યા - Shedhi Minor Canal
🎬 Watch Now: Feature Video
ખેડાઃ જિલ્લાના ઠાસરા તાલુકાના માસરા ગામમાંથી પસાર થતી શેઢી માઇનોર કેનાલમાં વરસાદને પગલે ગાબડુ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેને પગલે ડાંગરના પાકને નુકસાન થવા પામ્યું છે. 15 દિવસમાં ફરી બીજી વખત ગાબડું પડતાં સિંચાઈ વિભાગની કામગીરીને લઈ ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. મહત્વનું છે કે, પંદર દિવસ અગાઉ જ વરસાદને પગલે ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારબાદ સોમવારે ફરીવાર આ ગાબડું વરસાદને કારણે ધોવાઈ જતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.