NCPનું શક્તિ દળ બનશે મજબૂત: શંકરસિંહ વાઘેલા - સંમેલન
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠાઃ જિલ્લામાં આજે પૂર્વ મુખ્યપ્રધાન તેમજ હાલમાં એનસીપીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ એક દિવસ મુલાકાત બાદ નિવેદન આપ્યું હતું કે આગામી સમયમાં ગુજરાતની જનતા માટે સક્ષમ વિપક્ષની ભૂમિકા સહિત વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ સારા એવા પ્રદર્શનની આશા વ્યક્ત કરી હતી. તેમજ એનસીપી સેવા આદર્શ કે આગામી 13 સપ્ટેમ્બરે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે દસ હજારથી વધારે યુવક-યુવતીઓનું સંમેલન યોજાશે. આ ઉપરાંત આ વખતે ગુજરાતની પેટાચૂંટણીઓમાં મજબૂત તેમજ સારા પરિણામ મેળવવાની આશા વ્યક્ત કરી હતી.