બનાંસડેરી ચૂંટણીઃ ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે શંકર ચૌધરી માસ્ટર સ્ટ્રોક રમ્યા - Election of Director of Banasderi
🎬 Watch Now: Feature Video

બનાસકાંઠાઃ જિલ્લાની બનાસડેરીની ડિરેક્ટરની ચૂંટણીઓમાં હાલ ગરમાવો ચાલી રહ્યો છે. જેનો 29 સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આમ તો રાજ્યના પ્રધાન પદ ભોગવી ચૂકેલા શંકર ચૌધરી સામે આ વખતે બનાંસડેરીની ચૂંટણીમાં ફરીથી ચેરમેન પદ માટે આકરા ચઢાણ ગણાતા હતા. જ્યાં કેટલાક રાજકીય નેતાઓને પણ શંકર ચૌધરી સામે આક્રોશ હોય તેમ વિરુદ્ધાભાસ જોવા મળતો હતો પણ 29 સપ્ટેમ્બરે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે શંકર ચૌધરીએ માસ્ટર સ્ટ્રોક રમ્યા હોય તેમ કુલ 16 બેઠકોમાંથી શંકર ચૌધરીના 9 સભ્યો બિનહરીફ ચૂંટાતા શંકર ચૌધરી માટે અનેક ઘણો વિરોધ હોવા છતાં પુનઃ બનાસડેરીમાં ચેરમેન બનવા માટેનો માર્ગ મોકળો બન્યો હતો. 29 સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે શંકર ચૌધરી બિનહરીફ બનેલા પોતાની પેનલના સભ્યોને લઈ યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા અને માતાજીના આશીર્વાદ મેળ્યા હતા.