અરવલ્લીમાં ખેતીવાડી શાખા દ્વારા સાત પગલા કાર્યક્રમ યોજાયો - Aravalli
🎬 Watch Now: Feature Video
મોડાસા: અરવલ્લી જિલ્લાના મોડાસામાં ખેતીવાડી શાખા દ્વારા સાત પગલા કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના બિન અનામત વર્ગ આયોગના ચેરમેનના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં લાભાર્થી ખેડૂતોને યોજનાના મંજૂરી પત્રો તેમજ હુકમનું સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની ખેડૂતલક્ષી ખેડૂત કલ્યાણના સાત પગલા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ કિસાન પરિવહન યોજનાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય બિન અનામત વર્ગ આયોગના ચેરમેન રશ્મિ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેનો લાભ ખેડૂતોએ ચોક્કસથી લેવો જોઇએ. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા આજે કિસાન પરિવહન યોજના અને મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાના સ્થળ પર 13 ખેડૂતોને હુકમ પત્ર એનાયત કરાયા હતા. જિલ્લામાં પાક સંગ્રહ યોજના અંતર્ગત 2600, જ્યારે કિસાન પરિવહન યોજનામાં 189 હુકમ પત્રો ખેડૂતોને આપવામાં આવ્યા હતા.