પોરબંદરમાં યોજાયેલ કોસ્ટલ હાફ મેરેથોનમાં સાત દિવ્યાંગોએ પણ ભાગ લીધો - જયદેવ ઉનડકટ
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ શહેરમાં ફિટ ઇન્ડિયાના કોન્સેપટ સાથે શ્રી રામ સી સ્વિમિંગ કલબ અને સુરક્ષા સેતુ દ્વારા રવિવારે પોરબંદરમાં યોજાયેલ કોસ્ટલ હાફ મેરેથોનમાં વૃદ્ધાઆશ્રમ અને અંધજન ગુરૂકુળના 7 પ્રજ્ઞાચક્ષુઓ જોડાયા હતા. પોરબંદરના અને ફેમસ ક્રિકેટર જયદેવ ઉનડકટ સહિત અનેક લોકોએ આ મેરેથોનમાં ભાગ લીધો હતો. જેમાં 7 દિવ્યાંગ લોકો પણ આ મેરેથોનમાં જોડાયા હતા. તેઓએ ફિટ રહેવા માટે દોડવું જરૂરી છે તેવો અનોખો સંદેશ આપ્યો હતો.