પંચમહાલના હાલોલ ખાતે શહેરી કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો - સેવાસેતુ કાર્યક્રમ હાલોલ
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ હાલોલ નગરપાલિકા ગાર્ડન ખાતે પાંચમા તબક્કાનો શહેરી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૃષિ, પંચાયત અને પર્યાવરણ પ્રધાન જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિતિમાં રહ્યા હતાં. વોર્ડ નં-1, 2 અને 3 માટે યોજાયેલા આ કાર્યક્રમનો લાભ લોકોએ બહોળી સંખ્યામાં લીધો હતો. સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી સમગ્ર તંત્ર બધા સરકારી ખાતાનો ઉપયોગ લોકો એક જગ્યા કરી શકે છે. સેવાસેતુ કાર્યક્રમોમાં વિધવા સહાયના એકાઉન્ટ ખોલવા સહિત થઈ રહેલી કામગીરીની પ્રશંસા કરતા જયદ્રથસિંહે જણાવ્યું હતું કે, સેવાસેતુના માધ્યમથી સામાન્ય દાખલા, પ્રમાણપત્ર મેળવવા, તેમાં સુધારો, વિવિધ યોજનાઓ માટેની અરજી વગેરે પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવી શકાય છે. આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત અરોરા, નગરપાલિકા પ્રમૂખ સૂભાષભાઇ સહિત સ્થાનિક તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતાં.