ETV Bharat / sports

T20 આંતરાષ્ટ્રીય મેચના 28 કલાક પહેલા પ્લેઇંગ 11 ની જાહેરાત, ટીમમાં થયો મોટો ફેરફાર - PLAYING 11 FOR 2ND T20I

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચ માટે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરવામાં આવી છે. ઇંગ્લેન્ડે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. IND VS ENG

ભારત - ઈંગ્લેન્ડ બીજી ટી20
ભારત - ઈંગ્લેન્ડ બીજી ટી20 (AP)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 24, 2025, 5:20 PM IST

ચેન્નાઈ: ભારત અને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમો વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ 25 જાન્યુઆરી 2025 ના રોજ રમાશે. ટીમ ઈન્ડિયાએ કોલકાતામાં રમાયેલી શ્રેણીની પહેલી મેચ સાત વિકેટથી જીતી હતી. હવે ભારત બીજી મેચ જીતીને શ્રેણી જીતવાની દિશામાં વધુ એક પગલું ભરવાનો પ્રયાસ કરશે. દરમિયાન, બીજી મેચ માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરવામાં આવી છે. ઇંગ્લેન્ડની ટીમે મેચના એક દિવસ પહેલા એક મોટી જાહેરાત કરી છે.

ગુસ એટકિન્સન પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર:

ઇંગ્લેન્ડે શ્રેણીની બીજી મેચ માટે તેમની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. જે 25 જાન્યુઆરીએ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે યોજાશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે પહેલી મેચ પછી બીજી મેચ માટે ફેરફાર કરવામાં આવ્યો છે. એવા અહેવાલો છે કે ગુસ એટકિન્સન પહેલી મેચ પછી બીજી મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં રહેશે નહીં. તેમના સ્થાને બ્રાયડન કાર્સને તક આપવામાં આવી છે. પહેલી મેચમાં ગુસ એટકિન્સે 2 ઓવર ફેંકી અને 38 રન આપ્યા. આ સિવાય તેમને કોઈ સફળતા મળી નહીં. ગુસ એટકિન્સન તેની બેટિંગ માટે પણ જાણીતા છે. પરંતુ તે મેચમાં પણ તે કંઈ ખાસ કરી શક્યો નહીં. ભારત સામે, તેણે ૧૩ બોલમાં ફક્ત બે રન બનાવ્યા અને આઉટ થયો.

જેમી સ્મિથ ટીમમાં 12મો ખેલાડી છે:

ઇંગ્લેન્ડ દ્વારા હજુ સુધી અન્ય કોઈ ફેરફારની જાહેરાત કરવામાં આવી નથી. જોકે, એવું કહેવામાં આવ્યું છે કે જેમી સ્મિથ 12મો ખેલાડી હશે. જે ફક્ત જરૂર પડે ત્યારે જ મેદાનમાં આવશે. પહેલી મેચ ખરાબ રીતે હાર્યા બાદ, ટીમમાં ફેરફારની શક્યતા હતી અને એવું જ થયું. ઇંગ્લેન્ડ માટે સમસ્યા એ છે કે જો તેઓ બીજી મેચ પણ હારી જાય તો શ્રેણી બરાબર કરવી ખૂબ મુશ્કેલ બની જશે. આ જ કારણ છે કે તેઓ શરૂઆતથી જ તેમના સૌથી મોટા અને મજબૂત ખેલાડીઓને તક આપવાનું વિચારી રહ્યા છે.

જોસ બટલરનું સારું પ્રદર્શન:

કેપ્ટન જોસ બટલર સિવાય, ઇંગ્લેન્ડનો કોઈ પણ બેટ્સમેન પહેલી મેચમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો. જોસ બટલરના 44 બોલમાં 68 રનના કારણે ટીમ 132 રન બનાવી શકી, નહીંતર ટીમ વધુ મુશ્કેલીમાં મુકાઈ હોત. જો ઈંગ્લેન્ડે સારી બોલિંગ કરી હોત તો મેચ નજીક હોત, પરંતુ તેમની બોલિંગમાં પણ ઘણી નબળાઈઓ જોવા મળી અને ભારતે માત્ર 12.5 ઓવરમાં મેચ જીતી લીધી અને શ્રેણીમાં લીડ મેળવી લીધી. હવે જોવાનું એ રહે છે કે બીજી મેચમાં ઈંગ્લેન્ડની ટીમ કેવું પ્રદર્શન કરે છે.

બીજી T20I માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન:

બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, જેમી ઓવરટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ.

આ પણ વાંચો:

  1. 'સર જાડેજા' જેવુ નામ એવું કામ… દિલ્હી સામે વિસ્ફોટક બોલિંગ કરી ઝડપી 12 વિકેટ
  2. શું ટાઇગર્સ ટીમ વિશ્વ ચેમ્પિયન સામે પહેલીવાર શ્રેણી જીતીને ઇતિહાસ રચશે? નિર્ણાયક મેચ અહીં જુઓ લાઈવ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.