રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર સ્કોર્પિયો કારમાં આગ - fire news
🎬 Watch Now: Feature Video

રાજકોટ : ગોંડલ નેશનલ હાઈવે પર ભરૂડીના પાટિયા પાસે સ્કોર્પિયો કારમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા આગને લઈને હાઈવે ઓથોરીટી દ્વારા હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. જયારે ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સ્કોર્પિયો કારમાં 2 વ્યક્તિ હતા. તેઓ ગોંડલથી ભરૂડી કારખાને જતા હતા. આગને લઈને સ્કોર્પિયો સંપૂર્ણ બળીને ખાખ થઇ હતી. તેમજ આગ ઓલવાઈ જતા હાઇવે ઓથોરિટી દ્વારા વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો.