SBIએ ફાઇનાન્સિંગ માટે નાબાર્ડ સાથે 3 MOU સાઇન કર્યા - Financial aid
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : SBI બેન્ક હંમેશા સામાજિક કાર્યો કરવા માટે તત્પર રહે છે, ત્યારે SBI અમદાવાદ શાખા દ્વારા નાબાર્ડ સાથે વિવિધ પ્રજાલક્ષી 3 MOU સાઇન કરવામાં આવ્યા છે. આ સમારોહમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી SBI અને નાબાર્ડના વરિષ્ઠ અધિકારીની હાજરીમાં આ MOU સાઈન કર્યા હતા. જેમાં પ્રથમ એવન્યુ સંયુક્ત લાયબિલિટી ગ્રુપ અને સ્વ સહાય જૂથ પ્રોજેક્ટ શક્તિ હેઠળ નાણાકીય સહાય માટે, જ્યારે બીજો MOU ખેડૂતો નામ ઉત્પાદન સંગઠન અને ક્રેડિટના પ્રવાહને સંયુક્ત રીતે ટેકો આપવાનો છે, જ્યારે ત્રીજો MOU વોટર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ક્ષેત્રમાં પ્રાથમિક માધ્યમિક અને તૃતીય ક્ષેત્રને માઈક્રો એગ્રો પ્રોસેસિંગ માટેની પ્રવૃતિઓ અને ટેકો આપવા અંગે છે. આ MOU હેઠળ 100 FPOને વર્કિંગ કેપિટલ જરૂરિયાતો ટર્મ ધિરાણ માર્ગ દ્વારા ક્રેડિટ સપોર્ટ સોમવારથી શરૂ થનારા 3 વર્ષના સમયગાળા દરમિયાન FPOઓ માટે લંબાવવમાં આવશે.