જુઓ, વાવાઝોડામાં ફસાયેલા બોટના પાંચ ખલાસીઓનું દિલધડક રેસ્ક્યૂ ઑપરેશન
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ વાવાઝોડાની ભયાનકતાના વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં હાલમાં જ આવેલા એક વીડિયોમાં વાવાઝોડાથી દરિયામાં રહેલા માછીમારોની ફસાયેલી બોટની એક ઘટનામાં પાંચથી છ જેટલા ખલાસીઓ પોતાનો જીવ બચાવવા માટે મહામહેનતે કિનારા તરફ આવી ચડ્યા હતા, પરંતુ દરિયામાં વાતાવરણ ખરાબ હોવાના કારણે તેમજ દરિયાનો કાંઠો બોટથી ખૂબ ઊંચો હોવાથી આ લોકો દરિયાની બહાર સુરક્ષિત નીકળી શકે તેવી શક્યતાઓ ન હતી, પરંતુ હાજર માછીમારોએ દિલધડક રેસ્ક્યુ કરીને બોટમાં સવાર 6 જેટલા ખલાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી તેઓનો જીવ બચાવ્યો હતો.