જુનાગઢ: વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે 13 જેટલા કેન્સર વોરિયર્સ એ હરી અને હરની ભૂમિ એટલે કે, દ્વારકાથી સોમનાથ સુધી 250 કિલોમીટરની દરિયાઈ સફર કાયકિંગ તરણ મારફતે પૂરી કરીને આંતરરાષ્ટ્રીય કેન્સર દિવસ નિમિત્તે લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતિ આવે તે માટેનો પ્રયાસ કર્યો હતો.
13 કેન્સર વોરિયર્સે યાત્રા પૂર્ણ કરી: 4 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય કેન્સર દિવસે હરી અને હરની ભૂમિથી કેન્સર જેવા રોગ સામે લોકજાગૃતિ અને સંદેશો મળે, તે માટે 13 જેટલા કેન્સર વોરિયર્સ દ્વારા દ્વારકાથી સોમનાથ 250 કિલોમીટર કાયાકિંગ તરણ મારફતે લોકોને કેન્સર સામે જાગૃતિ મળે અને કેન્સરનો ઈલાજ સમયસર થાય, તેવા સંદેશા સાથે ગુજરાતના 13 જેટલા કેન્સર વોરિયર્સ દ્વારા કાયકિગ તરણ સોમનાથ ખાતે પૂર્ણ કરતા સોમનાથ ખાતે આવેલા તમામ 13 કેન્સર વોરીયર્સનું ભારે ઉમળકા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશેષ રૂપે હરીથી શરૂ કરેલી યાત્રા હરના ધામમાં પૂર્ણ કરવા બદલ કોરોના વોરિયર્સનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ.
250 કિલોમીટરની મુશ્કેલ યાત્રા: કેન્સર સામે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે સમગ્ર ગુજરાતના 13 જેટલા કેન્સર વોરિયર્સ દ્વારા દ્વારકાથી 25 મી જાન્યુઆરીના દિવસે ખાસ કેન્સર અવેરનેસ યાત્રા શરૂ થઈ હતી. જે 4 ફેબ્રુઆરીના દિવસે સોમનાથ ખાતે પૂર્ણ થઇ હતી. દ્વારકાથી સોમનાથ સુધીના 250 કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં આવતા 10 જેટલા બંદરોએ કેન્સર વોરિયર્સે રોકાણ કર્યું હતું અને અહીં લોકોને કેન્સર અને વ્યસન મુક્તિનો સંદેશો પણ આપ્યો હતો.
10 દિવસની યાત્રા સોમનાથ ખાતે પૂર્ણ: કેન્સરને ખૂબ જ ભયંકર બીમારી માનવામાં આવી છે. પરંતુ સમય રહેતા કેન્સરની સારવાર કરવામાં આવે, તો કેન્સરને પણ કેન્સલ કરી શકાય છે. તેવા દ્રષ્ટાંત સાથે 13 કેન્સર વોરિયર્સ દ્વારા લોક જાગૃતિ પણ કરવામાં આવી હતી. 10 દિવસની આ યાત્રા સોમનાથ ખાતે પૂર્ણ થતા તેમનું ભારે ઉમળકા સાથે સોમનાથ ટ્રસ્ટ અને સામાન્ય લોકો દ્વારા અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: