કંડલા નજીકથી બિનવારસી સેટેલાઇટ ફોન મળી આવ્યો, તપાસનો ધમધમાટ શરૂ - ગંગા નદી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 18, 2020, 1:35 PM IST

કચ્છ : કંડલા નજીક એક નિર્જન ટાપુ પરથી આજે સેટેલાઇટ ફોન મળી આવ્યો છે. એક માછીમાર દ્વારા આ બાબતે સ્થાનિક પોલીસને જાણ કરાયા બાદ સુરક્ષા એજન્સીઓએ તપાસ આરંભી દીધો છે. પ્રાથમિક વિગતો મુજબ ફોન પ્રતિબંધિત હોવાની વિગતો મળી રહી છે જો કે હજુ આ બાબતે પોલીસે ચોક્કસ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી. જણાવી દઇ એ કે ભારતમાં થુરૈયા કંપનીનો સેટેલાઇટ ફોન પ્રતિબંધિત છે. આ ફોન કઈ કંપનીનો છે અને તે પ્રતિબંધિત છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. જો કે મોડેથી પોલીસે હાલ આ ફોન અન્ય કંપનીના હોવાનું અને તે પ્રતિબંધિત છે કે નહીં તે અંગેની કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવ્યું છે. પ્રાથમિક રીતે આ ફોન કોઈ જહાજમાંથી પડી ગયાનું અથવા ફેંકી દેવાયાનું માનવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.