સ્વામી કૃષ્ણસ્વરૂપ દાસના માસિક ધર્મ અંગેના નિવેદન મામલે કરણી સેનાએ મેદાને - Sahajananda College controversy of Bhuj
🎬 Watch Now: Feature Video
રાજકોટ: ભુજની એક કૉલેજમાં વિદ્યાર્થીઓના કપડાં ઉતારીને માસિક ધર્મ તપાસ કરવાનો મામલો સામે આવતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચ્યો છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સંતો દ્વારા મહિલાઓના માસિક ધર્મ અંગે વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ સ્વામી કૃષ્ણસ્વરૂપદાસ દ્વારા માસિક ધર્મવાળી મહિલાઓના હાથનું જમવાથી આવતા જન્મમાં બળદનો અવતાર આવશે તેમજ માસિક ધર્મવાળી સ્ત્રી જો કોઈને જમાડશે તો તે આવતા જન્મમાં કુતરી બનશે. આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે. જેને લઈને આજે રાજકોટ કરણી સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.