બનાસકાંઠામાં સંત સદારામ બાપાની પાલખી યાત્રા નીકળી
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા: પ.પૂ.સંત સદારામ બાપાની વહેલી સવારે પાલખી યાત્રા નીકળી હતી. બનાસકાંઠાના ટોટાણા આશ્રમ નિવાસી સંત સદારામ બાપા ગઈકાલે સાંજે બ્રહ્મલીન થતા આજે તેમના અંતિમ દર્શન માટે પાલખી યાત્રા નીકળી હતી. પાટણ, રાધનપુર, કાંકરેજ વિસ્તારમાં સામાજિક, આર્થિક પછાત સમાજમાં કુરિવાજો અને વ્યસન મુક્તિની અનોખી જ્યોત પ્રગટાવનારા સંત સદારામ બાપુ ગઈકાલે સાંજે તેમના ટોટાણા આશ્રમ ખાતે 6.45 વાગે દેવલોક પામ્યા હતા. છેલ્લા ઘણા સમયથી બીમાર હોવાથી પાટણ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જ્યાં ગઈકાલે તેમની તબિયત વધારે નાજુક હોવાથી તબીબોએ રજા આપી હતી અને ત્યારબાદ ટોટાણા આશ્રમ ખાતે લાવતા તેમના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું તે દરમિયાન સાંજે 6.45 કલાકે સદારામ બાપ નશ્વર દેહ છોડી બ્રહ્મલિન થતા તેમના ભક્તોમાં શોક પ્રસરી ગયો હતો. આજે બાપાના પાર્થિવ દેહના દર્શન માટે પાલખી યાત્રા નીકળવામાં આવી છે. તે યાત્રા ટોટાણાથી નીકળી ખારીયા થઇ થરા જશે જ્યાં તેમને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને ત્યાર બાદમાં સાંજે 4 કલાકે ટોટાણા આશ્રમ ખાતે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરાશે, તેમની આ પાલખી યાત્રામાં રાજકીય અગ્રણીઓ, સંતો સહિત હજારોની જનમેદની ઉમટી પડી છે, જ્યારે રાજકીય આગેવાનો અને સંતો મહંતોએ તેમની સાથેલા વિતાવેલી ક્ષણો યાદ કરી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
Last Updated : May 15, 2019, 5:21 PM IST