રાજકોટ-અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેકટમાં રશિયન સરકારની સહભાગીતા - latest news in Gandhinagar
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: અમદાવાદ-રાજકોટ વચ્ચે રાજ્ય સરકારે ખાસ સેમી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે કોન્સ્યૂલ જનરલ ઓફ રશિયન ફેડરેશન ઇન મુંબઇ યુત અલ્કેસી સુરોવત્સેવ અને રશિયન સરકારના જાહેર સાહસ રશિયન રેલવેઝ RZD ઇન્ટરનેશનલના વાલ્દીમીર ફિનોવએ ગાંધીનગરમાં બેઠક યોજીને રાજકોટ-અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટમાં સહભાગી થવા માટે તત્પરતા વ્યક્ત કરી હતી.