ગોંડલ: ભરૂડી ટોલ પ્લાઝા પર ટોલ કર્મીને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી - Bharudi Toll Plaza
🎬 Watch Now: Feature Video

રાજકોટ: ગોંડલ નેશનલ હાઈવે પર ભરૂડી ટોલ પ્લાઝા પર ઝીરો નંબરની લેનમાંથી રેન્જ રોવર ગાડી પાસ થતી હતી. જેમાં રેન્જ રોવરના ડ્રાઈવરે 40 રૂપિયાનો ટોલ દેવાની ના પાડી હતી. તેમજ ટોલ પ્લાઝાના કર્મચારી સાથે માથાકૂટ કરી ટોલ કર્મીને રિવોલ્વરથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં ભાગવા જતા બેરીયર હટાવી રહેલા, ગાડીમાં સવાર વ્યક્તિને ગાડી ભટકાડીને ઈજાગ્રસ્ત કર્યો હતો. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.