અરવલ્લી જિલ્લાના મહેસુલી કર્મચારીઓ હડતાળ પર
મોડાસા: ગ્રામ પંચાયતના તલાટીઓ પછી હવે પડતર પ્રશ્નોને લઇ રાજ્યના મહેસુલ કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે. અઠવાડીયાના પ્રથમ દિવસથી જ રાજ્યભરના મહેસુલ કર્મચારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતારતા મહેસુલી કામકાજ ઠપ્પ થઇ ગયા હતા. અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા 119 કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. રેવન્યુ તલાટી સંવર્ગને મહેસૂલમાંથી રદ્દ કરી પંચાયત મંત્રી કેડર સાથે મર્જ કરવા, કલાર્કને નાયબ મામલતદારના પ્રમોશન આપવા જેવી 17 માંગણીઓને લઇને મેહસુલી કર્મચારીઓ અગાઉ હડતાળ પર ઉતર્યા હતા. રાજ્યના દસ હજાર કર્મચારીઓ હડતાલમાં જોડાતા આગામી દિવસોમાં સરકારી કામકાજ ખોરવાશે.