ભાવનગરમાં જંગલનો રાજા વાડી વિસ્તારમાં ફસાયો, વનવિભાગે રેસ્ક્યૂ કર્યું - Palitana Taluka News
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ જિલ્લાના પાલીતાણા તાલુકાના ઘેટી ગામે એક સિંહ વાડી વિસ્તારની તાર ફેન્સીંગમાં ફસાયો હતો. વાડી વિસ્તારમાં ફસાયેલા સિંહને લઈને આસપાસમાં દોડધામ થઈ ગઈ હતી. ઘેટી ગામે સિંહ ફસાવાને પગલે પોલીસ દોડી ગઈ હતી અને વનવિભાગને જાણ કરવામાં આવી હતી. પાલીતાણા સિંહો માટેનું રહેણાંક છે અને ગામડામાં સિંહ જોવા મળતા હોય છે, ત્યારે અહીં જંગલનો રાજા તાર ફેન્સીંગમાં ફસાતા વનવિભાગે સિંહનું રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.