મહીસાગરમાં હાડ થીજાવતી ઠંડી, તાપમાન 16 ડીગ્રીએ પહોંચ્યું - temperature
🎬 Watch Now: Feature Video

મહીસાગરઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તાપમાન 16 ડીગ્રીની આસપાસ પહોચ્યું છે. લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઇ રહ્યા છે. છેલ્લા બે દિવસથી ઠંડીનો કહેર સમગ્ર મહીસાગર જિલ્લામાં જોવા મળી રહ્યો છે ત્યારે વહેલી સવારે અને સાંજે પવનના સુસવાટા ભેર વાતા ઠંડા પવનો લોકોને થીજવી રહ્યા છે. જેના કારણે રસ્તાઓ પર શહેરીજનોની અવર જવર પણ ઓછી જોવા મળી રહી છે. વહેલી સવારે કોલેજ જતાં વિધાર્થીઓ ગરમ પોશાક પહેરી ઘરની બહાર નીકળી રહ્યા છે.