વલસાડ ભાજપ દ્વારા અનામત મુદ્દે કરેલી રાહુલ ગાંધીની ટિપ્પણી અંગે મૌન રેલી અને ધરણા પ્રદર્શન - Valsad BJP Rally - VALSAD BJP RALLY
🎬 Watch Now: Feature Video
Published : Sep 28, 2024, 11:06 PM IST
વલસાડઃ વલસાડ જિલ્લા ભાજપ સંઘઠન દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં આપવામાં આવેલા એસ.ટી,એસ.સી અને ઓબીસી સમાજને મળતી અનામત મુદ્દે આપવામાં આવેલા નિવેદનના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં એસટી ઓબીસી સમાજને મળતી અનામતને લઈને કરેલા નિવેદનને લઈને આજ રોજ વલસાડ જિલ્લા ભાજપ સંઘઠન દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. જિલ્લા ભાજપ દ્વારા વલસાડના મોંઘાભાઈ હોલ ખાતે ધરણા પ્રદર્શન કરી મૌન રેલીનું આયોજન કરી રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત ભાજપ દ્વારા ગુજરાત ભરમાં હાલમાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા અનામત નિવેદનના પોતાના અર્થઘટનને લઈને વિરોધ પ્રદર્શનો અને ધરણાં યોજવામાં આવ્યા હતા અહીં સુધી કે ખુદ ગુજરાતના મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમનો હિસ્સો બન્યા હતા.