હૈદરાબાદ : કેન્દ્રની મોદી સરકારે હવે 70 વર્ષથી વધુ વયના વૃદ્ધો માટે આયુષ્માન યોજના લાગુ કરી છે. આ યોજના હેઠળ પરિવારના સભ્યોને 5 લાખ રૂપિયાના સ્વાસ્થ્ય લાભ પણ મળશે. આ રકમ સમગ્ર પરિવારને લાગુ પડે છે. આ યોજના વિશે તો દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ તેના હેઠળ કઈ હોસ્પિટલ સારવાર આપી શકે છે તે જાણવું થોડું મુશ્કેલ છે. આવો જાણીએ કે તમારા વિસ્તારની કઈ હોસ્પિટલ આ યોજનાનો લાભ આપી રહી છે.
આયુષ્માન યોજનામાં કઈ હોસ્પિટલ સામેલ : તમને જણાવી દઈએ કે, આ યોજનામાં તમામ સરકારી હોસ્પિટલોને સામેલ કરવામાં આવી છે. આ યાદીમાં ઘણી ખાનગી હોસ્પિટલો પણ સામેલ છે. તમે સરળતાથી જાણી શકો છો કે તમારા વિસ્તારમાં કઈ હોસ્પિટલ આ યોજનાનો લાભ આપી રહી છે.
આ રીતે ચેક કરો : સૌ પ્રથમ તમારે આયુષ્માન યોજનાની વેબસાઈટ પર ક્લિક કરવું પડશે. તે પછી તમારા રાજ્ય, જિલ્લા, હોસ્પિટલ અને અન્ય વિગતોને પસંદ કરો. તમામ વિગત ભરો અને પછી ક્લિક કરો કે તરત જ તમને તમારા વિસ્તારની તે હોસ્પિટલોની વિગતો મળશે જે આ યોજના હેઠળ નોંધાયેલ છે.
આયુષ્માન યોજના : કેન્દ્ર સરકારનો આશય છે કે, વરિષ્ઠ નાગરિકોને પૈસાની ચિંતા કર્યા વિના સારી આરોગ્ય સેવા મળે અને મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે. તમને જણાવી દઈએ કે, આ યોજનાને લાગુ થયાને 6 વર્ષ થઈ ગયા છે. આ યોજના 23 સપ્ટેમ્બર, 2018ના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવી હતી. 11 સપ્ટેમ્બરે કેન્દ્રએ સ્પષ્ટ કર્યું હતું કે, 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોઈપણ ભેદભાવ વિના આ યોજનાનો લાભ મળશે.