કેન્દ્ર સરકારના ખેડૂતલક્ષી બિલ સુધારા મુદ્દે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની પ્રતિક્રિયાઓ - ખેડૂતો કૃષિ બિલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 26, 2020, 9:53 AM IST

પાલનપુરઃ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ લોકસભામાં કૃષિલક્ષી ખરડો પસાર કર્યા બાદ રાજ્યસભામાં પણ આ ખરડાને મંજૂરી મળી ચૂકી છે. આગામી સમયમાં કૃષિલક્ષી આ બિલ કાયદાનું સ્વરૂપ લઈ રહી છે. ત્યારે સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને લઈ ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સરકારના આ નિર્ણયને ખેડૂતો સમર્થન તો આપી રહ્યા છે પરંતુ સાથે સાથે કેટલાક સવાલો પણ કરી રહ્યા છે. ખેડૂતોએ આ કાયદાને લઈ પોતાના મંતવ્યોમાં જણાવ્યુ હતું કે, સરકારના નિર્ણય બાદ ખેડૂતો અને કંપની વચ્ચે વિવાદ સર્જાય તો તેનું નિરાકરણ જિલ્લા કક્ષાએ જ કરવામાં આવે અને ખેડૂતોને વળતર માટે સરકાર દ્વારા ગેરંટી આપવામાં આવે. આ ઉપરાંત ભારતીય કિસાન સંઘે આ કાયદાને સમર્થન તો આપ્યું છે પરંતુ સાથે સાથે સરકારને કેટલીક ભલામણો પણ કરી છે. જો સરકાર તેમની ભલામણો સ્વીકારશે તો જ કાયદાને સમર્થન આપવાની વાત કરી છે. સરકાર દ્વારા ભારતીય કિસાન સંઘની ભલામણો સ્વીકારવામાં નહીં આવે તો આ બિલનો વિરોધ કરવામાં આવશે. ત્યારે જાણીએ સરકારના નિર્ણય બાદ ખેડૂતોના શું મંતવ્યો છે..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.