રાજ્યમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો, અમદાવાદવાસીઓની પ્રતિક્રિયા - પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ગુજરાતમાં લોકડાઉનના કારણે વેપાર ધંધા સહિત આર્થિક પ્રવૃત્તિઓ બંધ થતાં સરકારને હજારો, કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જેના કારણે સરકારની આવકમાં વધારો કરવા માટે થઈ અને ડિઝલના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે જે આજે સોમવારની મધ્ય રાત્રીથી જ નવા ભાવ અમલમાં મૂકવામાં આવશે. આ વધારા બાદ અમદાવાદમાં પેટ્રોલ 73 રૂપિયા અને 96 પૈસા મળશે, જ્યારે ડીઝલનો ભાવ 72 રૂપિયા અને 21 પૈસાથી મળશે. ભાવમાં વધારો થતાં જ મધ્યમ વર્ગના લોકોને ફટકો પડ્યો છે.