રાપરના મહિલા ધારાસભ્યના સરકાર સામે ધરણા, જુઓ વીડિયો - કચ્છ તાજા ન્યુઝ
🎬 Watch Now: Feature Video
કચ્છ: વાગડ વિસ્તારમાં અનેક સરકારી સેવાઓની ઉણપો વચ્ચે રાપર ધોળાવીરા રોડ પર નંદાસરના પડી ગયેલા પુલ પર રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાના માગદર્શન હેઠળ રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાપર ધોરાવીરા માર્ગ પર તુટી ગયેલા પુલ અને રસ્તાને તાત્કાલિક ધોરણે રિપેરીંગ કરવામાં આવે તેમજ સમયાંતરે આ રસ્તો વ્યવસ્થિત બનાવવામાં આવે તેમજ બંધ કરવામાં આવતી પ્રાથમિક શાળા શરૂ રાખવા તેમજ આરોગ્ય કેન્દ્રમાં પુરતા પ્રમાણમા સ્ટાફની નિમણૂxક કરવામાં આવે તે માટે ધરણાં યોજયા હતા. નર્મદા યોજનાના અધિકારીઓને અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.