કોરોના સંકટઃ આઠમના થતા યજ્ઞો અને રામનવમીની ઉજવણીઓ પર કોરોનાનું ગ્રહણ - કોરોનાનું ગ્રહણ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ હિંદુ ધર્મમાં ખુબ જ મહત્વનો તહેવાર એટલે કે ચૈત્રી નવરાત્રી, તમામ શક્તિપીઠોમાં ચૈત્રી નવરાત્રીમાં આઠમના દિવસે ધાર્મીક વિધિ-વિધાન સાથે યજ્ઞનું આયોજન થતુ હોય છે પરંતુ કોરોના વાઇરસની મહામારીના કારણે ઈતિહાસમાં પહેલીવાર કહી શકાય તેમ તમામ મંદિર , શક્તિપીઠો સુમસામ છે. ચૈત્રિ નવરાત્રીને આઠમના દિવસે આજે આ શક્તિપીઠમાં યજ્ઞનું આયોજન તો કરાયું છે પરંતુ લગભગ પહેલી વાર જોવા મડી રહ્યું છે આ યજ્ઞમાં માત્ર પુજારી અને યજમાન બે લોકો જ હાજર રહેશે, કોરોના વાયરસને લઈને તકેદારીના ભાગ રૂપે બાકી તમામ ભક્તો માટે યજ્ઞમાં પ્રવેશબંધ છે. આ સાથે જ આવતી કાલે રામનવમી પણ છે, હિંદુ ધર્મમાં રામનવમીના તહેવારને પણ ખુબ જ મહત્વનો માનવામાં આવે છે અને રામનવમીની ધામધુમ પૂર્વક ઉજવણી થતી હોય છે ત્યારે આ વર્ષે રામનવમીની ઉજવણીમાં પણ કોરોના વાઇરસને લઈને વિક્ષેપ પડ્યો છે. વિશાળ શોભાયાત્રા પણ રદ્દ કરવામાં આવી છે.