ભાવનગર કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં અનોખી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું - જિલ્લા કોગ્રેસ
🎬 Watch Now: Feature Video

ભાવનગર :પેટ્રોલ-ડીઝલમાં વધેલા ભાવને પગલે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે. જેમાં શહેર કોંગ્રેસે પેટ્રોલના વધેલા ભાવને પગલે સાઇકલ સાથે રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચ્યાં હતા. આ તકે કોંગ્રેસ કલેક્ટરને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે, લોકોને સાઇકલ પર ફરવાનો સમય આવી ગયો છે. એક તરફ કોરોના મહામારી છે અને લોકો પાસે કામ કે નોકરીઓ જઈ રહી છે. તેવામાં સરકાર પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરશે એટલે મોંઘવારી માજા મૂકશે જેથી પેટ્રોલ-ડીઝલનો ભાવ વધવો યોગ્ય નથી.