રાજપીપળા પાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા પ્રજા પરેશાન - Sweepers strike in Narmada
🎬 Watch Now: Feature Video
નર્મદાઃ જિલ્લામાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, જિલ્લામાં અત્યાર સુધીમાં 295 જેટલા કેસ પોઝિટવ નોંધાયા છે, ત્યારે કોરોના મહામારી વચ્ચે 4 મહિનાથી રાજપીપળા નગર પાલિકાના 154 જેટલા હંગામી કર્મચારીઓને પગાર ચૂકવાયો નથી. જેથી રોષે ભરાયેલા કર્માચારીઓએ પાલિકાની સામે જ હડતાળ શરૂ કરતાં પાલિકાની મોટાભાગની કામગીરી ઠપ્પ થઈ હતી. શહેરના મોટાભાગના વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફેરવાયા છે, ત્યારે પાલિકા કર્મચારીઓને હડતાલના પગલે શહેરીજનોને હાડમારી વેઠવાનો વારો આવશે. આજથી વાહન વોટરવર્ક્સ, સફાઈ, સહિતના મોટાભાગના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે. આમ, આ મામલે અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં પગારનો પ્રશ્નનું નિરાકરણ ન આવતાં કર્મચારીઓને આંદોલનના માર્ગે ઉતર્યા છે.