રાજકોટમાં સ્ટેટ વિઝીલિયન્સની ટીમે ગોંડલ હાઇવે પર દારૂ ભરેલ કન્ટેનર ઝડપ્યું - liquor caught in rajkot
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ગોંડલ હાઇવે પર દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું. સ્ટેટ વિઝીલિયન્સ ટીમને શંકા જતા કંન્ટેનરને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ઉમવાડા ચોકડી પાસે સ્ટેટ વિજિલન્સ ટીમે હરિયાણા પાસિંગની ટ્રક નંબર HR74 A 6601 ઉપર શંકા જતા તપાસ કરતા તેમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ડ્રાઈવરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, અંદાજે આ કન્ટેનરમાં 600થી 700 પેટી જેટલો વિદેશી દારૂ રાખ્યો હતો. વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગે પોલીસે ડ્રાઈવરની પૂછપરછ શરૂ કરી છે.