રાજકોટ મનપાની બેદરકારીને પગલે પાઈપલાઈનમાં ભંગાણ પડતા સોસાયટી બની નદી - latest news of rajkot city
🎬 Watch Now: Feature Video
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના પાપે શહેરના વોર્ડ નંબર 18માં કોઠારિયા રોડ પર આવેલ હાપલીયા પાર્કમાં પીવાના પાણીની પાઈપલાઈનમાં અચાનક ભંગાણ સર્જાતા સોસાયટીમાં જાણે નદી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સોસાયટીના કેટલાક ઘરોમાં ઘુટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. આથી સ્થાનિકો પણ રોષે ભરાયા હતા. આ અગાઉ પણ રાજકોટના રેલનગર વિસ્તારમાં મહાનગરપાલિકાની બેદરકારી ને કારણે ભૂગર્ભ ગટરના પાણી સોસાયટીના ઘરમાં ઘુસી જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા.