રાજકોટઃ યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસાદ - Yatradham Virpur
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં બુધવારે સવારથી જ અસહ્ય બફારા બાદ બપોરે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને લઈ વીરપુરના રસ્તાઓમાં પાણી ફરી વળ્યા હતા. ખેડૂતોએ વાવણી કર્યા બાદ ફરી ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી, જેથી લોકોને ગરમીમાં રાહત થઇ હતી.