રાજકોટમાં હર્ષોલ્લાસ સાથે ગણપતિ બપ્પાની વિદાઇ, જુઓ video - રાજકોટ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4417512-thumbnail-3x2-rjt.jpg)
રાજકોટઃ જિલ્લામાં ગુરુવારે ગણપતિ બપ્પાને ઠેર ઠેર વિદાય આપવામાં આવી હતી. રાજકોટમાં પણ ગણપતિ બાપ્પાના ભક્તો દ્વારા ભાવભેર વિદાઈ આપવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના અલગ અલગ પાંચ વિસ્તારમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ પાંચ સ્થળો સિવાય અન્ય સ્થળોએ વિસર્જન કરવાનો પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. જેને લઈને રાજકોટના આજીડેમ વિસ્તાર પાછળ આવેલ ખાડીમાં સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ગણપતિ બપ્પાના વિસર્જન માટે ઉમટી પડ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા પણ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. શહેરના મોટા ગણપતીના વિસર્જન માટે અલગ ક્રેઈનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ભક્તોને અંદર પાણીમાં જવા દેવામાં આવતા નથી. જ્યારે નાની પ્રતિમાઓ માટે પણ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસ દ્વાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.