રાજકોટમાંથી વિદેશી નાગરિકો સાથે છેતરપીંડી કરતું કોલ સેન્ટર ઝડપાયું - રૈયા ટેલીફોન એક્સચેન્જ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેરની ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. રાજકોટ શહેરના પોશ વિસ્તારમાંથી બોગસ કોલસેન્ટર ઝડપી પાડ્યું છે. શહેરના રૈયા ટેલીફોન એક્સચેન્જ નજીક આવેલા આલ્ફા પ્લસ કોમ્પલેક્ષના 8માં માળે ચાલતા બોગસ કોલ સેન્ટરનો ક્રાઈમબ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો છે. આ કોલ સેન્ટરમાં મુખ્યત્વે અમેરિકન નાગરિકો સાથે છેતરપીંડી કરવામાં આવતી હતી.રાજકોટ ક્રાઈમબ્રાન્ચે આ મામલે 9 જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે. ક્રાઈમબ્રાન્ચે ઘટના સ્થળેથી લેપટોપ, કોમ્યુટર, મોબાઈલ ફોન સહિત રૂપિયા 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.