રાજકોટઃ જામકંડોરણા, ગોંડલ, વીરપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો - Gondal Rain News
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લામાં મંગળવારે સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું હતું, જેને પગલે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જિલ્લાના જામકંડોરણા, યાત્રાધામ વીરપુર, ગોંડલ, જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તાર આટકોટ, જસાપર, આટકોટ, વિરનગર, બાંદરા, દેવચડી, મોવિયા, વોરા કોટડા, સહિતના ગામોમાં પવન સાથે 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે શહેરના માર્ગો પર પાણી ફળી વળ્યાં હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને લઈને માર્ગોમાં પણ પાણી ભરાયા હતા. ગોંડલના નેશનલ હાઇવે પર ભારે વરસાદને પગલે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા.