જૂનાગઢમાં સતત 10માં દિવસે ધોધમાર વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી - monsoon
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: શહેરમાં ભાદરવા માસમાં અષાઢી માહોલ હોય તે રીતે સતત દસ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં પલટો આવતા શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લા માટે ભાદરવો માસ વરસાદનો ભરપુર માસ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા દસ દિવસથી જૂનાગઢ શહેર અને ભવનાથ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાતાવરણમાં અચાનક પલટો આવતા જૂનાગઢ શહેર અને ભવનાથ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડયો હતો. ધોધમાર વરસાદને પગલે સમગ્ર ભવનાથમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે જૂનાગઢ શહેરમાં પણ જ્યાં નજર પડે ત્યાં માત્ર વરસાદી પાણી જ જોવા મળી રહ્યું હતું. જૂનાગઢ શહેર માટે ભાદરવો માસ વરસાદનો ભરપૂર માસ હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. સતત દસ દિવસથી જૂનાગઢ શહેરમાં મેઘરાજા તેની આવી દૃષ્ટિ વર્ષાવી રહ્યા છે. એક કલાક દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઈને સમગ્ર જૂનાગઢ શહેર અને ગિરિ તળેટી પાણી-પાણી જોવા મળી હતી.