વાતાવરણમાં પલટો, જસદણ અને ગોંડલ પંથકમાં ફરી વરસાદ - Rainfall in rajkot
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારે જસદણના વડોદ અને ગોંડલ તાલુકાના કેશવાળા અને મેતા ખંભાળિયા ગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં જસદણના વડોદમાં અડધી કલાકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદ પડતા જ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે.